એમ પણ બને…

Posted: ઓગસ્ટ 11, 2008 in કવિતાઓ
ટૅગ્સ:

સાક્ષરની રમુજી કવિતા “પકડો કી-બોર્ડને…” ના કોપીરાઇટ્સનો ભંગ કરી એને થોડો સીરીયસ ટચ આપી દઉ અને મારે મનોજ ખંડેરીયાજીને પણ એમની ક્રુતિ ‘પકડો કલમને’ નો ઉપયોગ કરવા માટે આભાર આપવો જોઇએ.


શોધવા જાઓ પ્રેમ અને મળે મિત્ર, એમ પણ બને,

ક્યારેક મિત્ર જ હોય પ્રેમ, એમ પણ બને.

 

આંખમાં આવે આસું, પણ હોય એ ખુશીના, એમ પણ બને,

ક્યારેક ઝેર જ બચાવે ઝેરથી, એમ પણ બને.

 

લાગે શાંત પાણી,પણ હોય એકદમ ગેહરુ, એમ પણ બને,

સુરત હોય ભોળી, પણ દિલનાં કપટી, એમ પણ બને.

 

જાય સિંગ કિંગને લેવા,પણ પોતે જ કિંગ બની જાય, એમ પણ બને,

હોય ગંગુ તેલી જ  રાજા ભોજ, એમ પણ બને.

 

હોય પોતે બ્રાહ્મણ, મિત્ર પીવડાવે દારુ,એમ પણ બને,

હંસ ચાલે કાગડાની ચાલ,એમ પણ બને.

Advertisements

હમણાં થોડા દિવસો પહેલા હું અને મારો કઝીન કુણાલ ફોન પર વાતો કરતા હતા, અને જોવા જેવુ હતુ કે બન્ને જણા પોતપોતાના અલગ અલગ કરણોને લીધે ખુબ કંટાળી ગયા હતા, તો ટાઇમે બે મહાન આળસુઓ કે જે કંટાળ્યા હતા, તેમની વચ્ચે બે મહાન વિષયો કંટાળા અને આળસ વિશે જે વાતો થઇ હતી એમાં થી બે ત્રણ વાતો રજુ કરવા માગુ છુ

એક હ્તી કે, “આળસ એક એવી ચીજ/વસ્તુ છે કે જેને આવવા માટે કદી પણ આળસ નથી આવતુઅને બીજી હતી કેકંટાળો પણ એક એવી ચીજ/વસ્તુ છે કે જેને આવવા માટે કદી કંટાળો નથી આવતો

વાતો સાથે અમે ખુબ હસ્યા અને પાછા પોતાના કર્મો કરવા લાગી પડ્યા. હાસ્યએ અમને બંનેને રીફ્રેશ કરી દીધા. આના પરથી એક વાત જરુર કહીશ કેહાસ્યને લાવવા માટે કદી આળસ કે કંટાળો લાવતા

હસ્તા રહો મુસ્કુરાતા રહો.


મારા એક મિત્રે, આપણા બબુએ, હમણા વરસાદ પહેલાની બાફ વિશે એક પોસ્ટ કરી તે વાંચી મને થયું કે મારે પણ વરસાદ ઉપર કઇંક લખવુ જોઇએ

—————————————–

વાદળ ઘેરાયું અને થયુ અંધારુ,

મને થયુ આ (વરસાદ) પાછો ઉલ્લુ ન બનાવે તો સારુ,

*વરસાદી** **બાફ** **જેવા** **ક્રોધ** **થી** **ઉકળતા**,**મેં** **કીધું**,*

કેટલા દિવસોથી રાહ જુએ છે આપણો કિસાન, મારા ભેરુ (વરસાદ),

જલ્દી કર, હવે તો પડ, હટાવી દે આ બાફ અને ગરમીનો મેરુ.

સમય થઇ ગયો છે આ ધરાની ચાદર બદલવાનો,

દિલથી વરસ,લાગશે ધરા, જાણે હોય એક કાચુ પેરુ.

– રવિ

ઘણીવાર માણસ પોતાની તકલીફો કે દુખો પોતાના મિત્રને પણ્ નથી કહી શકતો, જે વ્યક્તિ હંમેશા એના મિત્રોને મદદ કરવા મટે તત્પર હોય પરંતુ જ્યારે એને મદદની જરુર હોય ત્યારે એ કોઇને સાદ કરી શકતો નથી. આવા સમયે જ્યારે કોઇ ખરો મિત્ર એને મળી જાય તો ત્યારે એ મિત્રનો જે અણકહ્યો ઉદ્ગાર હોય તેવો જ પ્રશ્ન એકવાર મને પણ થયો હતો, જેને મે એક નાની અમથી કવિતામાં વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો છે.મારી મિત્રતાનો તેં સાથ ન જોયો,
મને તો ઠીક મારો હાથ ન જોયો,
દુખમાં મારા હમેશા તેં ખુદને સાથે જોયો,
પણ દુખમાં તારા મુજ્ને તેં સાદ કરી ન જોયો.

जी नही पाते…

Posted: જુલાઇ 1, 2008 in કવિતાઓ
ટૅગ્સ:

હમણાં ઘણા ટાઇમથી ટાઇમ નથી મળતો, બ્લોગ અપડેટ કરવાનો… અને ઘરેથી મારી બુક લાવવાનુ પણ રહી જાય છે કે જેમા બધી કવિતાઓ લખી છે તો ટેકનોલોજીના મહાન સંશોધન મોબાઇલમાં જે સંગ્રહી રાખ્યુ છે તેને આપની સમક્ષ રજુ કરું છું.

આ કવિતામાં રહેલા ભાવ હું લખવા નથી માંગતો, હું તમને રીક્વેસ્ટ કરીશ કે એના વિશે તમે તમારા ભાવ મને જણાવો.

जी नही पाते दो पलभी दूर रेहकर तुजसे,

नफरत करते हैं हम ज्यादा, तुम्हारी यादों को सबसे,

 

कारन है उनके आनेका तुम्हारा जाना,

कम्बक्त बोल नही पाये, वरना तुम होते हमारे कबके,

 

यादें नही चाहिये, मुजे चाहत है तुज्से ,

झुल्म ना कर,तुजे तो झालीमभी नही केह सकता, बस एक बार केहदे तुजेभी चाहत है मुजसे,

 

जी रहा हुं सुननेको यही बात तुज्से,

हा कर या ना कर, बस मुजे मिलादे रबसे,

 

सुना है प्यार होता है रब ऐसा सब्से,

तेरी करुं या उसकी बंदगी, ज्यादा करना है हदसे…

 

આ કવિતામાં ઉપરની પંક્તિઓનોમાં કંઇક અધુરું કે વિચિત્ર લાગે એના જવાબો કે રેફરન્સ એની નીચેની પંક્તિમાં મળશે. હવે ફરી થી વાંચો તો મજા આવશે.

કેહવાય છે કે ફિલ્મો સમાજ પર ઘણી અસર કરે છે. એમાંમની એક અસર એ છે કે બાળકને તમે હિન્દી શીખવવુ નહિ પડે એ ફિલ્મોના માધ્યમથી થોડુ થોડુ તો શીખી જ લે છે. અને ભલે હિન્દીમાં સ્કુલમાં જેમતેમ પાસ થયા હોય તો પણ મારા જેવા ફિલ્મોના શોખીન માણસો એ ભાષામાં લખે પણ છે.  અને કદાચ મને હિન્દીમાં ક્યારે ઝ અને ક્યારે જ વાપરવો એનો પણ ખ્યાલ નથી, પરંતુ હું એક જ વાત કહીશ કે भावनाओं को सम्जो…

આ રચના કે જે હું નીચે લખવા જઇ રહ્યો છું તે એક પ્રેમી કે જેનો પ્રેમ એક તરફી છે, એના દિલની પુકાર છે. એના પ્રેમનો પ્રેમ કોઇ બીજુ છે.

गुझर रहे हें लम्हे इन्तझारमें ,

तुम मिलोगे हमें इसी ऐतबारमें,

 

रेह्ते हें हुम अपने दिलसे इसी तकरारमे,

डुब जाये ना कश्ती कहीं बीच मजधारमें,

 

बता ना सके कभी हम हैं आपके प्यारमें,

सुना है छुपता नही प्यार कभी इस जहानमें,

 

चाहत है दे हर खुशी जो हो इस संसारमें,

सुन्ले ये खुदाभी दर्द शब्दभी ना आये मेरे यारके खयालमें,

 

जान्ते हैं, हम हैं एक तरफी प्यारमें,

शायद यही है मोहब्बत,लुटा दो खुदको उसपे जो लुट रहा है किसी और के प्यारमें.

 

અને આને મારે કવિતા કેહવી કે પછી ગઝલ કે પછ કઇંક બીજુ એ તો મને ખબર નથી કેમકે આપડા હિન્દીમાં કે કોઇ પણ ભાષાના વિષયમાં કદી ૬૦ થીવધુ માર્ક્સ આવ્યા નથી. તો મને એ વિષયમા થોડો ચલાવી લેવા વિનંતી. અને તમારા વિચારો અને મને થોડો સુધાર લવવામાં મદદ થાઇ એવી સલાહ આપશો.

શેર

Posted: જૂન 25, 2008 in કઇંક નવા જુની
ટૅગ્સ:

ઓરકુટ પર એક વાર ફરતાં ફરતાં એક અડધું વાક્ય વાચ્યું હતુ, તો ભારતવાસીઓની આદત મુજબ મેં પણ એને પોતાનું સમજી લઇને પૂરું કર્યુ.

વાક્ય હતુ,

પાસે નથી તું તોય જીવું છું તારા માટે…

તો એને બે રીતે લખ્યું ,

હથોડા મારવાની આદતના કારણે પ્રથમવાર તો એ સુંદર રચનાની વાટ લગાવી દીધી.

પાસે નથી તું તોય જીવું છું તારા માટે,

નશામાં છું તારા,પીવું છું હોશમા આવવા માટે…

બીજીવાર એ ક્રુત્યને થોડું સુધારવાની ટ્રાય કરી છે,

પાસે નથી તું તોય જીવું છું તારા માટે,

મીરાં બની મારા શ્યામ તડપું છું તારા માટે…

મારી એ ટ્રાય કેટલી સફળ રહી એ તો રામ જાણે.