Archive for the ‘કવિતાઓ’ Category

તુ તો નહિ પણ…

Posted: એપ્રિલ 3, 2010 in કવિતાઓ

તુ તો નહિ પણ તારો મેહબુબ મળી જાય છે,

ક્યારેક અરીસામાં તો ક્યારેક ચાની લારી પર ભટકાય છે.

અરીસાવાળો [હું પોતે] તો હંમેશા ગાળો જ ખાય છે [પ્રેમ વ્યક્ત ન કરવા માટે],

પણ સાથે ગર્વ પણ થાય છે જ્યારે એનું બલિદાન દેખાય છે.

બીજાની [મેહબુબાનો પ્રેમી] તો વાત જ શું, ગાળો સાથે દુઆ પણ લેતો જાય છે,

સુખે થી રાખે તને, ભવિષ્યમાં તારો પતિદેવ થાય છે.

ફરક એટલો જ છે બન્નેમા [પ્રેમીઓમાં],

એક તને તો બીજો તારી યાદ લેતો જાય છે.

તારા અને તારી યાદમાં પણ એજ ફરક છે કે,

તુ ક્યારેક જ, પણ તારી યાદ હમેશા મારો સાથ આપી જાય છે.

Advertisements

અપેક્ષા

Posted: સપ્ટેમ્બર 5, 2008 in કવિતાઓ
ટૅગ્સ:

ક્યારેક સારાં શબ્દોની, તો ક્યારેક સારાં વર્તનની અપેક્ષા,

ક્યારેક મિત્ર પાસે, તો ક્યરેક દુશ્મન પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક વહાલની, તો ક્યારેક સલાહની અપેક્ષા,

ક્યારેક પિતા પાસે, તો ક્યારેક માતા પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક કંઇક કરી બતાવાની, તો ક્યારેક કંઇક મળી જવાની અપેક્ષા,

 ક્યારેક ખુદની પાસે, તો ક્યારેક ખુદા પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક જીતી જવાની, તો ક્યારેક હારી જવાની અપેક્ષા,

ક્યારેક દિલ પાસે, તો ક્યારેક જિંદગી પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક મિલનની, તો ક્યારેક નાસી છુટાય તેની અપેક્ષા,

ક્યારેક પ્રેમી પાસે, તો ક્યારેક મોત પસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક નાદાનીયતની, તો ક્યારેક સમજદારીની અપેક્ષા,

ક્યારેક મોટાં પાસે, તો ક્યારેક નાનાં પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક યાદ આવી જવાની, તો ક્યારેક ભુલી જવાની અપેક્ષા,

ક્યારેક પરીક્ષાનાં એક જવાબ પાસે, તો ક્યારેક વર્ષો પુરાણાં જખ્મો પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક રોજ મળવાની, તો ક્યારેક માત્ર એક મિસ્ડ કોલની અપેક્ષા,

ક્યારેક નવા સંબંધો પાસે, તો ક્યારેક ફોન બુકના એક નંબર પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક ઊંઘ આવે એની, તો ક્યારેક આંખો ખુલ્લી રહે એની અપેક્ષા,

ક્યારેક વિરહની પળો પાસે, તો ક્યારેક પરીક્ષાની આગલી રાત પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક એકલતાની અપેક્ષા, તો ક્યારેક કોકના સાથની અપેક્ષા,

ક્યારેક સમય પાસે, તો ક્યારેક સંજોગ પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક એકદમ નાની, તો ક્યારેક બહુ મોટી અપેક્ષા,

જીવનમાં ખુશ રહેવૂ હોય હંમેશા, તો કદી કોઇની કરશો નહી અપેક્ષા.

પક્ષ્પાત

Posted: ઓગસ્ટ 20, 2008 in કવિતાઓ
ટૅગ્સ:

ઘણી વાર એવા સંજોગો કે એવુ ધર્મ સંકટ સર્જાય છે કે એક પોતાનાના ભલા માટે બીજા પોતાના સાથે પક્ષ્પાત કરવો પડે, અને આવા સંજોગોમાં ઘણીવાર માણસ મિત્રોથી નહી મિત્રતાથી પણ દુર થઇ જાય છે, આવા એક સંજોગને વર્ણવાની કોશીશ કરી છે.

बदलना चाहता हुं, खुदको बदल रहा हुं,

बुरा मत लगाना दोस्त, तुझे भुलाना चहता हुं।

 

गलती नहि है तेरी बेवफा मैं ही हुं,

कुदरत खफा है मुजसे वफा तो मैं भी चाहता हुं।

 

जानता हुं मैं दुरीयां क्यों बढी,

माफ करना मुझे, तुजसे छुपाना चाहता हुं।

 

किसीसे वफाका अंजाम है, तुजसे बेवफाई,

बेवफा खुदको बनाकर, उसे बचाना चहता हुं।

 

पक्षपात किया है तुजसे, खुदकोसझ दे रहा हुं,

सिर्फ तुजसे ही नही दोस्त, दोस्तीसे दुर हो रहा हुं।

એમ પણ બને…

Posted: ઓગસ્ટ 11, 2008 in કવિતાઓ
ટૅગ્સ:

સાક્ષરની રમુજી કવિતા “પકડો કી-બોર્ડને…” ના કોપીરાઇટ્સનો ભંગ કરી એને થોડો સીરીયસ ટચ આપી દઉ અને મારે મનોજ ખંડેરીયાજીને પણ એમની ક્રુતિ ‘પકડો કલમને’ નો ઉપયોગ કરવા માટે આભાર આપવો જોઇએ.


શોધવા જાઓ પ્રેમ અને મળે મિત્ર, એમ પણ બને,

ક્યારેક મિત્ર જ હોય પ્રેમ, એમ પણ બને.

 

આંખમાં આવે આસું, પણ હોય એ ખુશીના, એમ પણ બને,

ક્યારેક ઝેર જ બચાવે ઝેરથી, એમ પણ બને.

 

લાગે શાંત પાણી,પણ હોય એકદમ ગેહરુ, એમ પણ બને,

સુરત હોય ભોળી, પણ દિલનાં કપટી, એમ પણ બને.

 

જાય સિંગ કિંગને લેવા,પણ પોતે જ કિંગ બની જાય, એમ પણ બને,

હોય ગંગુ તેલી જ  રાજા ભોજ, એમ પણ બને.

 

હોય પોતે બ્રાહ્મણ, મિત્ર પીવડાવે દારુ,એમ પણ બને,

હંસ ચાલે કાગડાની ચાલ,એમ પણ બને.


મારા એક મિત્રે, આપણા બબુએ, હમણા વરસાદ પહેલાની બાફ વિશે એક પોસ્ટ કરી તે વાંચી મને થયું કે મારે પણ વરસાદ ઉપર કઇંક લખવુ જોઇએ

—————————————–

વાદળ ઘેરાયું અને થયુ અંધારુ,

મને થયુ આ (વરસાદ) પાછો ઉલ્લુ ન બનાવે તો સારુ,

*વરસાદી** **બાફ** **જેવા** **ક્રોધ** **થી** **ઉકળતા**,**મેં** **કીધું**,*

કેટલા દિવસોથી રાહ જુએ છે આપણો કિસાન, મારા ભેરુ (વરસાદ),

જલ્દી કર, હવે તો પડ, હટાવી દે આ બાફ અને ગરમીનો મેરુ.

સમય થઇ ગયો છે આ ધરાની ચાદર બદલવાનો,

દિલથી વરસ,લાગશે ધરા, જાણે હોય એક કાચુ પેરુ.

– રવિ

ઘણીવાર માણસ પોતાની તકલીફો કે દુખો પોતાના મિત્રને પણ્ નથી કહી શકતો, જે વ્યક્તિ હંમેશા એના મિત્રોને મદદ કરવા મટે તત્પર હોય પરંતુ જ્યારે એને મદદની જરુર હોય ત્યારે એ કોઇને સાદ કરી શકતો નથી. આવા સમયે જ્યારે કોઇ ખરો મિત્ર એને મળી જાય તો ત્યારે એ મિત્રનો જે અણકહ્યો ઉદ્ગાર હોય તેવો જ પ્રશ્ન એકવાર મને પણ થયો હતો, જેને મે એક નાની અમથી કવિતામાં વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો છે.મારી મિત્રતાનો તેં સાથ ન જોયો,
મને તો ઠીક મારો હાથ ન જોયો,
દુખમાં મારા હમેશા તેં ખુદને સાથે જોયો,
પણ દુખમાં તારા મુજ્ને તેં સાદ કરી ન જોયો.

जी नही पाते…

Posted: જુલાઇ 1, 2008 in કવિતાઓ
ટૅગ્સ:

હમણાં ઘણા ટાઇમથી ટાઇમ નથી મળતો, બ્લોગ અપડેટ કરવાનો… અને ઘરેથી મારી બુક લાવવાનુ પણ રહી જાય છે કે જેમા બધી કવિતાઓ લખી છે તો ટેકનોલોજીના મહાન સંશોધન મોબાઇલમાં જે સંગ્રહી રાખ્યુ છે તેને આપની સમક્ષ રજુ કરું છું.

આ કવિતામાં રહેલા ભાવ હું લખવા નથી માંગતો, હું તમને રીક્વેસ્ટ કરીશ કે એના વિશે તમે તમારા ભાવ મને જણાવો.

जी नही पाते दो पलभी दूर रेहकर तुजसे,

नफरत करते हैं हम ज्यादा, तुम्हारी यादों को सबसे,

 

कारन है उनके आनेका तुम्हारा जाना,

कम्बक्त बोल नही पाये, वरना तुम होते हमारे कबके,

 

यादें नही चाहिये, मुजे चाहत है तुज्से ,

झुल्म ना कर,तुजे तो झालीमभी नही केह सकता, बस एक बार केहदे तुजेभी चाहत है मुजसे,

 

जी रहा हुं सुननेको यही बात तुज्से,

हा कर या ना कर, बस मुजे मिलादे रबसे,

 

सुना है प्यार होता है रब ऐसा सब्से,

तेरी करुं या उसकी बंदगी, ज्यादा करना है हदसे…

 

આ કવિતામાં ઉપરની પંક્તિઓનોમાં કંઇક અધુરું કે વિચિત્ર લાગે એના જવાબો કે રેફરન્સ એની નીચેની પંક્તિમાં મળશે. હવે ફરી થી વાંચો તો મજા આવશે.