અપેક્ષા

Posted: સપ્ટેમ્બર 5, 2008 in કવિતાઓ
ટૅગ્સ:

ક્યારેક સારાં શબ્દોની, તો ક્યારેક સારાં વર્તનની અપેક્ષા,

ક્યારેક મિત્ર પાસે, તો ક્યરેક દુશ્મન પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક વહાલની, તો ક્યારેક સલાહની અપેક્ષા,

ક્યારેક પિતા પાસે, તો ક્યારેક માતા પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક કંઇક કરી બતાવાની, તો ક્યારેક કંઇક મળી જવાની અપેક્ષા,

 ક્યારેક ખુદની પાસે, તો ક્યારેક ખુદા પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક જીતી જવાની, તો ક્યારેક હારી જવાની અપેક્ષા,

ક્યારેક દિલ પાસે, તો ક્યારેક જિંદગી પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક મિલનની, તો ક્યારેક નાસી છુટાય તેની અપેક્ષા,

ક્યારેક પ્રેમી પાસે, તો ક્યારેક મોત પસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક નાદાનીયતની, તો ક્યારેક સમજદારીની અપેક્ષા,

ક્યારેક મોટાં પાસે, તો ક્યારેક નાનાં પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક યાદ આવી જવાની, તો ક્યારેક ભુલી જવાની અપેક્ષા,

ક્યારેક પરીક્ષાનાં એક જવાબ પાસે, તો ક્યારેક વર્ષો પુરાણાં જખ્મો પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક રોજ મળવાની, તો ક્યારેક માત્ર એક મિસ્ડ કોલની અપેક્ષા,

ક્યારેક નવા સંબંધો પાસે, તો ક્યારેક ફોન બુકના એક નંબર પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક ઊંઘ આવે એની, તો ક્યારેક આંખો ખુલ્લી રહે એની અપેક્ષા,

ક્યારેક વિરહની પળો પાસે, તો ક્યારેક પરીક્ષાની આગલી રાત પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક એકલતાની અપેક્ષા, તો ક્યારેક કોકના સાથની અપેક્ષા,

ક્યારેક સમય પાસે, તો ક્યારેક સંજોગ પાસે થાય અપેક્ષા,

 

 

ક્યારેક એકદમ નાની, તો ક્યારેક બહુ મોટી અપેક્ષા,

જીવનમાં ખુશ રહેવૂ હોય હંમેશા, તો કદી કોઇની કરશો નહી અપેક્ષા.

Advertisements
ટિપ્પણીઓ
 1. Dhara કહે છે:

  Very Good Kavita, game tetli try karie apekha na rakhvani 6tay rakhai j jay 6, ane manas dukhi thato j rahe 6… 😦

  but your words are really true… 🙂

  keep it up…

  Cheers,
  DJ

 2. saksharthakkar કહે છે:

  Expectations hurt…. So do not expect any thing from life or anyone… You know the truth but you cant avoid it, can you?

 3. jayeshupadhyaya કહે છે:

  હરીન્દ્ર દવે ના કાવ્ય ની એક પંક્તિ
  કોઇનો સ્નેહ
  ક્યારેય ઓછો નથી હોતો
  આપણી
  અપેક્ષાજ વધારે હોય છે

 4. કુણાલ કહે છે:

  gr8 dear .. very gud lines ….

  but expectations are the biggest enemies of man … thts a truth.. no matter however bitter it is but so it is … !!!

  keep writing …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s