મારી પ્રથમ પોસ્ટ…

Posted: જૂન 20, 2008 in કવિતાઓ
ટૅગ્સ:

ઘણાં ટાઇમ પછી ઓફિસમાં થોડો ફ્રી થયો, તો મારા કઝીન ભાઇ કુણાલ અને મારાં બેસ્ટ ફ્રેન્ડ્સમાંનો એક સાક્ષર તરફથી પ્રેરણા લઇને,મેં પણ બ્લોગ જગતમાં પ્રદાર્પણ કર્યુ છે.

અહીં પોસ્ટ કરવા માટે મારી લખેલી કવિતાઓની શોધ ચલાવી, આખું આઉટલુક ખોળી નાખ્યું પણ ગુજરાતીમાં લખેલુ કશું જ ન મળ્યું. પછી વારો આવ્યો મોબાઇલનો,એક નાની સફળતા મળતાં જ દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું.

આ લખાણ કે જેને હું કવિતા કહું છું, એ કોલેજનાં શરુઆતના દિવસોમાં લખી હતી.

“પોતાનું”

ઘણી વાર લાગે છે,તું મારું નથી પરાયું છે,
કોઇક વાર લાગે છે,તું વ્યક્તિ મારું પોતનું છે,

ઘણી વાર લાગે છે,આપણી વચ્ચેનું અંતર શુન્ય નથી,અનંતનુ અંધારુ છે,
કોઇક વાર લાગે છે,આ અંતર તો શુન્યથી પણ ઘટી જવાનુ છે,

ઘણી વાર માનસ કહે છે કે,મિત્રતા એ અરસ પરસના વ્યવહારનું જાળું છે,
પણ હ્રદય ધબકે છે એમ કહી ,કે મિત્રતા તો જીવન જીવવાનું એક બહાનું છે.

આ કવિતા થોડી સિરિયસ હતી પણ જ્યારે બધા મિત્રોને સંભળાવી ત્યારે બધાએ પોતાની રીતે વખાણ કર્યા, પરુંતુ મારા એક મિત્રએ એક નવુ કોમેડી વર્ઝન બહાર પાડ્યું,એણે પોતાનુંને પોતા કરવા માટેના કપડાં સાથે સરખાવી બધાને ખુબ હસાવ્યા હતા.

ટિપ્પણીઓ
  1. saksharthakkar કહે છે:

    Welcome dude!!! pan e to ke ke aa kayo mitra hato jene taari majak karva ni gustakhi kari hati… jo ke aa j ek platform chhe jya tari kavita o chalshe….baaki taari seriousness ne apda ma thi koi samji shake em natu… aa jagya e bhari bhari loko betha che… je loko taara type ni j kavita o lakhe chhe… etle this is your field!! Rock on!!!

  2. jugalkishor કહે છે:

    નવાગંતુકજીને સ્વાગત ને સલામ ! અહીં કશું અગાઉથી ધારી લેવાને બદલે સરોવરમાં ઝંપલાવી દ્યો ! આપોઆપ આપણને ‘પોતાનાં’ ને ‘ખુદના’સમજાઈ જશે. આ જગત બહુ મઝાનું ને નીખાલસ છે. આવો !

  3. હિના પારેખ કહે છે:

    એ બબુ તું પણ કવિ? હું જાણીને બેભાન થઈ જઈશ એવું લાગે છે. હા….હા….હા…..લગે રહો રવિભાઈ…હિનામાસી.

  4. કુણાલ કહે છે:

    areeeeeee u got it wrong …

    this is not BABU Ravi .. .this is Ravi Ravi …

    BABU is not here … his name is Ravi Soni …. This is Ravi Parekh !! 😀

  5. jayeshupadhyaya કહે છે:

    ઘણી વાર માનસ કહે છે કે,મિત્રતા એ અરસ પરસના વ્યવહારનું જાળું છે,
    પણ હ્રદય ધબકે છે એમ કહી ,કે મિત્રતા તો જીવન જીવવાનું એક બહાનું છે.
    દોસ્ત ખુબજ અદભુત ભાવ લઇ આવ્યો
    દીલથી આવકાર

Leave a comment