સાક્ષરની રમુજી કવિતા “પકડો કી-બોર્ડને…” ના કોપીરાઇટ્સનો ભંગ કરી એને થોડો સીરીયસ ટચ આપી દઉ અને મારે મનોજ ખંડેરીયાજીને પણ એમની ક્રુતિ ‘પકડો કલમને’ નો ઉપયોગ કરવા માટે આભાર આપવો જોઇએ.
શોધવા જાઓ પ્રેમ અને મળે મિત્ર, એમ પણ બને,
ક્યારેક મિત્ર જ હોય પ્રેમ, એમ પણ બને.
આંખમાં આવે આસું, પણ હોય એ ખુશીના, એમ પણ બને,
ક્યારેક ઝેર જ બચાવે ઝેરથી, એમ પણ બને.
લાગે શાંત પાણી,પણ હોય એકદમ ગેહરુ, એમ પણ બને,
સુરત હોય ભોળી, પણ દિલનાં કપટી, એમ પણ બને.
જાય સિંગ કિંગને લેવા,પણ પોતે જ કિંગ બની જાય, એમ પણ બને,
હોય ગંગુ તેલી જ રાજા ભોજ, એમ પણ બને.
હોય પોતે બ્રાહ્મણ, મિત્ર પીવડાવે દારુ,એમ પણ બને,
હંસ ચાલે કાગડાની ચાલ,એમ પણ બને.
‘ક્યારેક મિત્ર જ હોય પ્રેમ, એમ પણ બને.’
ક્યારેક કે બે વાર??? જે બધુ તારી લાઇફમાં થાય એ કવિતામાં લાઇ દેવાનું જરુરી નથી…
jaaane laaa…